Wednesday, 24 April 2013

આદિ ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી નો મહિમા :-

શ્રી ગોપાળાનંદ સ્વામી મહિમા : (પદ્ય)

પ્રગટ્યા છે પૂર્વ તણા એ જોગી , મુક્ત રાજ ઐશ્વર્ય મહાયોગી
ગોપાલાનંદજી તણો પ્રતાપ , નીરખી ને બળી ભાગે વિધ તાપ
અન્ય તપ ત્યાગો જે કહેવાય , સ્વામીની આગળ રાય જેવા થાય
ગોપાલસ્વામીની વાત તો છે એવી ,અંગો અંગ માં શક્તિ કૃષ્ણ જેવી ....૦૧

અનુપ અતિ શક્તિ અનુપા ,ગોપાલ સ્વામી હરીજ દ્વિ સ્વરૂપા
શીલવંત સાધુ ગુણ યુક્ત ,જગમાહી સ્વામી કેરી જડે ન જુક્ત
દયાસિંધુ તમે દિલ ના દયાળુ ,રાજી કીધા છે સદા એ કૃપાળુ
ગોપાલ સ્વામી ની વાત તો છે એવી ,અંગો અંગ માં ભક્તિ મીરા જેવી ....૦૨

વૈરાગ્ય સ્વામી માં છે એવો , જગ માં મળે નહિ જોટો સ્વામી જેવો
સામર્થ્ય અતિ સામર્થ્ય ના પ્રદાતા ,મન હરિકૃષ્ણ વસે છે સુખ દાતા
લોભ મોહ મન સન્માન જડે ના લેશ ,દુર ભાગે સ્વામી થી રાગ દ્રેશ
ગોપાલ સ્વામી ની વાત તો છે એવી ,અંગો અંગ માં નિષ્ઠા ધ્રુવ જેવી....૦૩

સામર્થી અતિ સ્વામી માં છે એવી ,મુખ થી શું વર્ણવી વાત કેવી
સ્વામી તણો નીરખી ને પ્રતાપ , સહુ જન જાણે આવ્યા છે કૃષ્ણ આપ
જીવ પર આણી દયા સ્વામી દેશ ફરે છે ,તે દેખી દુરીજનીયા મારે છે
ગોપાલ સ્વામી ની વાત તો છે એવી ,તપ ની છટા હતી શિવજી ના જેવી ....૦૪

રચયિતા :
હિરેન ગઢિયા .(H.H.Gadhiya)

No comments:

Post a Comment