Monday, 22 April 2013

શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય માં બહેનો નું સ્થાન :-

હાલ માં સમાજ માં તેવી માન્યતા છે કે શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય માં બહેનો નો અનાદર થઇ છે. તે

વાત ખોટી છે. અને તે અંગે આ બ્લોગ ના વાંચન બાદ જાણ માં આવશે.
1. ઘણા લોકો કહે છે શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય માં બહેનો નો તિરસ્કાર થઇ છે ?
૨. ઘણા લોકો કહે છે શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય માં બહેનો પ્રત્યે ભેદભાવ રખાય છે?
૩.ઘણા લોકો કહે છે બહેનો નું આદ્યત્મિક પોસણ સાધુ ના કરે તો કોણ કરે ?
આધુનિક યુગ માં આવા ઘણા પ્રશ્નો ઉભા થયા છે ત્યારે તેનો ઉકેલ લાવવોજ રહ્યો......

સ્વામીનારાયણ સંપ્રદાય માં બહેનો નું સ્થાન :-
લોકો માં એવો ખ્યાલ છે કે આ મર્યાદા આ સંપ્રદાય મજ છે પણ નહિ આ મર્યાદા ખરેખર સનાતન ધર્મ શાસ્ત્ર ની છે તે હઝારો વરસો થી ચાલી આવે છે. તેમાં લખેલું છે કે
"સંસાર નો ત્યાગ કરિયો છે તેવા બ્રમ્ચારી , સાધુ , સન્યાસી ઓ એ સ્ત્રી નો ત્યાગ રાખવો.
સ્ત્રી ઓ નું રૂપ ના જોવું , વાત ના સંભાળવી , વાત કરવી નહિ , સ્ત્રી સાથે રમતો કરવી નહિ સ્ત્રી પ્રાપ્તિ નો સંકલ્પ કરવો નહિ વગેરે.
ના માત્ર સનાતન ધર્મે પણ વિશ્વ ના મહાન ધર્મો માં આ મર્યાદા જોવા મળે છે.

શ્રી સ્વામીનારાયણ ભગવાને બહેનો ના ઉત્કર્ષ માટે " દીકરી ને દૂધ પીતી કરવા નો રીવાજ બંધ કરાવેલો " , " સતી પ્રથા નો રીવાજ બંધ કરાવેલો " તો કઈ રીતે કહી શકાઈ કે શ્રી શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય માં સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કાર થાય છે.

આ મર્યાદા શા માટે ????
શ્રી ભાગવતજી અને પુરાણો ના કહેવા પરમાણે સ્ત્રી અને પુરુસ બ્રમાજી ના એકજ શરીર માંથી ઉત્પન થયા હોવાથી બને માં બહુજ આકર્ષણ છે.તે વિજાતીય આકર્ષણ ચક્ર ને કારણેજ આ બ્રમાંડ ચાલીયા કરે છે. તેમાં પણ સંગ માં રહેવાથી તે આકર્ષણ માં વધારો થઇ છે માટે તે મર્યાદા જરૂરી છે.
સ્ત્રી અને પુરૂષ ગમે તેટલા સયમી કે મહાન હોય પણ સંગે કરી તે વિકારો પેદા થાયજ છે તે સામાન્ય વાત છે.
શ્રી કૃષ્ણ ભગવાન પણ ગીતા માં કહે છે કે " વિષયો ના સંગ થી કામના નો ઉદય થઇ છે "
ભગવાન વેદવ્યાસ કહે છે કે " વિદ્વાન પુરુસે પણ પોતાની માં , બહેન સાથે એકાંત માં ના રહેવું કારણ કે ઇન્દ્રિયો બહુ બળવાન છે , તે વિદ્વાનો ને પણ પાપ તરફ ખેંચી જય છે ".
અને તેવા કિસ્સા આજ સમાજ માં આપડે જોઈએ છીએ. માટે શાસ્ત્રો માં આ અંગે સંતો અને સ્ત્રિયો પ્રત્યે ની મર્યાદા છે , તે ભેદભાવ નથી.
આ ઉપરાંત હાલ માં સંપ્રદાય માં બહેનો નું પોસણ કરવા માટે સાંખ્યોગી બહેનો છે.તે પણ સંતો જેવાજ નિયમો પાળી ને હરિ ની મરજી માં જીવન જીવે છે.
વર્તમાન માં સ્ત્રિયો પ્રત્યે કોઈ પણ પ્રકારે ભેદભાવ રાખતો નથી જો કોઈ કહેતા હોય તો તે ખોટી વાત છે શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ઘણી સ્કૂલ માં સ્ત્રિયો ને મફત શિક્ષણ અપાય છે. આ ઉપરાંત ઘણી સહાય કરવા માં આવે છે. ઘણા હરિ ભગતો દ્વારા અનાથ દીકરી ને દતક લઇ ને તેને ભણાવી ને મોટી કરી ને સાસરે મોકલવાની જવાબદારી સંભાળે છે અને આજીવન પર્યંત તે ને સાચા માં બાપ ની જેમ પ્રેમ આપે છે...હવે જો કોઈ કહેતું હોય કે શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય માં બહેનો ને ભેદભાવ રાખ્યો છે તો તેને "સ્વામીનારાયણ સંપ્રદાય માં બહેનો નું સ્થાન" પુસ્તક વાંચી લેવું...તેમાં ૨૫ જેટલા મુદા પર વાત છે આતો બહુ નાનકડો પ્રયાસ હતો. જય શ્રી સ્વામીનારાયણ.
( આ બ્લોગ "સ્વામીનારાયણ સંપ્રદાય માં બહેનો નું સ્થાન" પુસ્તક આધારિત છે . લેખક : પ.પુ.સદગુરુ માધવપ્રિય સ્વામી છારોડી. )

1 comment: