Thursday, 25 April 2013




હનુમાન કેરું એ નામ સુનતા જુકી મસ્તક જાય છે ,
કામો કીધા રાઘવ તણા ભાનુ મુખ લઇ જાય છે
કીધી કુખ ઉજળી અંજની ની ગણાણો તોય દાસ માં
અમ દેશ ના એ વીર રાજા અમર છે ઇતિહાસ માં

લંકા તણા મેદાન માં જેડી ભીડ લક્ષ્મણ વીર ને
સંજીવની લેવા ગયા દિલ માં દુખીયુ બલવીર ને
વાનર નહિ પણ નર હતા શુરવીર એ સંગ્રામ ના
અમ દેશ ના એ વીર રાજા અમર છે ઇતિહાસ માં



રામે કંઠ માહી હાર પહેરાવો તેના મોતી મોઢા માં નાખ્યા ,
મોતીડા કરડી તેને માળાઓ તોડી તેના તાગડા તોડી એ નાખ્યા ,
જગત માં એકજ જન્મ્યો રે જેને રામ ને ઋણી રાખ્યા .....................૧

રાજ્સતા માં જેને ભડકા ભળ્યા પછી ધૂળ માં ધામા જોને નાખ્યા
જગત માં એકજ જન્મ્યો રે જેને રામ ને ઋણી રાખ્યા ............................૨

No comments:

Post a Comment